sports

22 વર્ષના ખેલાડીએ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, ક્રિસ ગેઈલનો તોડ્યો રેકોર્ડ

IPL 2026 સીઝનની 49મી લીગ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં SRHએ મેચ 33 રનથી જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 235 રન બનાવ્યા હતા, પરંતુ પંજાબ કિંગ્સ 20 ઓવરમાં માત્ર 202 રન જ બનાવી શક્યું હતું.

22 વર્ષના પંજાબ કિંગ્સના બેટ્સમેન કૂપર કોનોલીએ અણનમ 107 રન બનાવીને પોતાના પ્રદર્શનથી ફેન્સને પ્રભાવિત કર્યા હતા. આ સદી સાથે કૂપર કોનોલીએ ક્વિન્ટન ડી કોકનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

કૂપર કોનોલી IPLમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો વિદેશી ખેલાડી બન્યો

ઓસ્ટ્રેલિયાના 22 વર્ષનો ડાબોડી બેટ્સમેન કૂપર કોનોલી જે પોતાના કરિયરમાં પહેલી વાર IPL રમી રહ્યો છે, તેને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં સદી પૂરી કરી અને IPLના ઈતિહાસમાં સદી ફટકારનાર સૌથી યુવા વિદેશી ખેલાડી બન્યો. કૂપર કોનોલીએ આ બાબતમાં ક્વિન્ટન ડી કોકનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જ્યારે તેને 2016 ની IPL સીઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં 23 વર્ષ અને 122 દિવસની ઉંમરે સદી ફટકારી હતી. કૂપર કોનોલીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની આ મેચમાં 22 વર્ષ અને 257 દિવસની ઉંમરે સદી ફટકારી છે.

IPLમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી

કૂપર કોનોલી (પંજાબ કિંગ્સ) - 22 વર્ષ 257 દિવસ Vs સનરાઈઝર્સ હૈદરાબાદ (2026)

ક્વિન્ટન ડી કોક (દિલ્હી કેપિટલ્સ) - 23 વર્ષ 122 દિવસ Vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (2016)

ડેવિડ વોર્નર (દિલ્હી કેપિટલ્સ) - 23 વર્ષ 153 દિવસ Vs કોલકાતા નાઈટ રાઈડર્સ (2010)

ડેવિડ મિલર (પંજાબ કિંગ્સ) - 23 વર્ષ 330 દિવસ Vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (2013)

કેમેરોન ગ્રીન (મુંબઈ ઇન્ડિયન્સ) - 23 વર્ષ 352 દિવસ Vs સનરાઈઝર્સ હૈદરાબાદ (2023)

ક્રિસ ગેઈલનો રેકોર્ડ તૂટ્યો

કૂપર કોનોલી હવે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચેની એક જ IPL મેચમાં પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે, તેને ક્રિસ ગેઈલનો રેકોર્ડ તોડ્યો છે. ક્રિસ ગેઈલે 2018માં પંજાબ કિંગ્સ માટે અણનમ 104 રન બનાવ્યા હતા, જ્યારે કૂપર કોનોલીના અણનમ 107 રન આ મેચમાં આવ્યા હતા.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

Original source: sandesh.com →