sports

Catch me if you can....પંજાબ કિંગ્સ સામે SRHની જીત બાદ ઇશાનની આ પોસ્ટ થઈ વાયરલ, ગર્લફ્રેન્ડ અદિતિએ લીધી મજા

બુધવારે પંજાબ કિંગ્સ સામે ઈશાન કિશને 32 બોલમાં 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, પંજાબના ફિલ્ડરોએ પણ આ ઇનિંગમાં ફાળો આપ્યો હતો, બે કેચ છોડ્યા હતા અને એક સ્ટમ્પિંગની તક ગુમાવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ જીતી ગયું હતું, ત્યારબાદ ઈશાને એક કેપ્શન સાથે પોસ્ટ કરી હતી જેનાથી ચર્ચા શરૂ થઈ હતી. Catch me if you can...ના કેપ્શન સાથે ક્રિકેટર ઇશાન કિશને આ પોસ્ટ કરી. જે થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ ગઈ. ઇશાનની આ પોસ્ટની તેની કથિત ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાએ પણ મજા લેતા કરી ટીપ્પણી.

ઈશાન કિશનને 3 વખત મળ્યું જીવતદાન

સનરાઇઝર્સની ઇનિંગ દરમિયાન આઠમી ઓવરમાં કૂપર કોનોલીએ બાઉન્ડ્રી લાઇન પર ઈશાનનો સરળ કેચ છોડ્યો હતો. ત્યારબાદ 11મી ઓવરમાં ફરી એકવાર લોકી ફર્ગ્યુસને યુઝવેન્દ્ર ચહલના બોલ પર કેચ મિસ કર્યો. એટલું જ નહીં, પ્રભસિમરન સિંહે પણ સ્ટમ્પિંગની એક સુવર્ણ તક ગુમાવી દીધી હતી. આ ત્રણ મોટી ભૂલો પંજાબ કિંગ્સને ભારે પડી હતી. નોંધનીય છે કે 6 મેના રોજ IPL 2026ની 49મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો પંજાબ કિંગ્સ સામે થયો હતો. આ મેચમાં ઇશાને શાનદાર પ્રદર્શન કર્યું, જેના કારણે SRHની જીતનો રસ્તો સરળ બન્યો.

ઇશાનની રમુજી પોસ્ટ પર આદિતિ હુંડિયાની મજેદાર કમેન્ટ

મેચમાં જીત મેળવ્યા બાદ ઈશાન કિશને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી હતી, પરંતુ તેના કેપ્શને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઈશાને લખ્યું, "જો તમે કરી શકો તો મને પકડો" (Catch me if you can). આ કેપ્શનને પંજાબની ખરાબ ફિલ્ડિંગ પરના કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પોસ્ટ પર ઈશાનની કથિત ગર્લફ્રેન્ડ આદિતિ હુંડિયાએ રમુજી અંદાજમાં પૂછ્યું, "તમને આવા કેપ્શન કોણ લખી આપે છે?" આ કમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ પણ મજા લેવાનું શરૂ કર્યું છે. કેટલાક યુઝર્સે તો એવું પણ કહ્યું કે કદાચ આદિતિએ જ આ કેપ્શન સૂચવ્યું હશે!

IPL 2026 પોઈન્ટ ટેબલની સ્થિતિ

આ શાનદાર જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. SRH પાસે હવે 11 મેચમાં 14 પોઈન્ટ છે અને પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માટે તેમને બાકીની ત્રણ મેચમાંથી માત્ર એક જીતની જરૂર છે. બીજી તરફ, પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ સાથે બીજા સ્થાને સરકી ગયું છે.


આ પણ વાંચો : SRH Vs PBKS Updated: સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિેગ્સને 33 રને હરાવ્યું

Original source: sandesh.com →